ગાંધીનગરના લોકો થઈ જાઓ સાવધાન! આદમખોર દીપડો કરી શકે છે નુકસાન

Nilesh Solanki
By -
0

 ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાતા લોકો ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના દહેગામમાં દિપડાની દહેશત વચ્ચે લોકોમાં ડરનો માહોલ બનેલો છે. આ આદમખોર દીપડાએ કડજોદરા ગામે બે લોકો પર હુમલો કર્યો છે અને  હાલ વન વિભાગની ટીમ દીપડાની શોધખોળ હાથ ધરી છે. માનવ વસ્તીમાં ઘૂસેલા દીપડાએ 7થી 8 લોકો પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગરના લોકો થઈ જાઓ સાવધાન! આદમખોર દીપડો કરી શકે છે નુકસાન

મળતી માહિતી પ્રમાણે, દહેગામ તાલુકામાં આવેલા કડજોદરા ગામમાં એક દીપડો આફત બન્યો છે. માનવ વસ્તીમાં ઘૂસેલા દીપડાએ 7-8 લોકો પર જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે વન-વિભાગની ટીમ ગામમાં પહોંચી છે અને દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આદમખોર દીપડાના હુમલાથી કડજોદરા ગામના ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આદમખોર દીપડો લોકો પર હુમલો કરીને ખેતરમાં છૂપાયો છે. વનવિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચીને દીપડાની શોધખોળ હાથ ધરી છે. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)