શ્રી ક્ષત્રિય રાજપુત પઢીયાર પ્રતિહાર પરિહાર વિકાસ ટ્રસ્ટ અને શ્રી ક્ષત્રિય રાજપુત પઢીયાર પ્રતિહાર પરિહાર કેળવણી મંડળ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ચક્રવતી સમ્રાટ મિહિરભોજ પ્રતિહાર ની જન્મ જયંતી ઉત્સવ કહાનવાડી લોલપુરા ખાતે ઉજવવામાં આવ્યો હતો
આ પ્રસંગે માતાજીની આરતી કરીને કનવાડી સ્થિત સદગુરુ શ્રી દલપતરામ મહારાજ અને સમ્રાટ મિહિરભોજ પ્રતિહાર ની પ્રતિમા ની શોભાયાત્રા કરવામાં આવી ત્યારબાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો અને પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તથા ધોરણ 10 અને ધોરણ 12 માં ઉચ્ચ કક્ષાએ પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માન પત્ર અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત પઢીયાર પરિવારના સભ્યો તથા મહાનુભવો હાજર રહ્યા હતા પ્રસંગના અંતમાં મહાપ્રસાદ નો પણ આયોજન રાખવામાં આવ્યું હતું
