હમીદપુરા ગામે વરઘોડામાં ડીજે વગાડવા બાબતે હુમલો, ચાર લોકો ઘાયલ

Nilesh Solanki
By -
0

 આણંદ: ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામે ગત રાત્રે એક લગ્ન પ્રસંગના વરઘોડામાં ડીજે વગાડવા બાબતે થયેલા વિવાદમાં બે વ્યક્તિઓએ ચાર લોકોને લાકડીઓ અને દંડા વડે માર માર્યો હતો. આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હમીરપુરા ગામના ટેકરીવાળા ફળિયામાં રહેતા કનુભાઈ કાભઈભાઈ સોલંકીના ઘરે લગ્ન પ્રસંગ હતો અને ગામમાં વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં ડીજે વાગી રહ્યું હતું ત્યારે મનોજભાઈ નટુભાઈ સોલંકી અને દિનેશભાઈ રમેશભાઈ સોલંકી લાકડી અને દંડો લઈને ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. તેમણે ડીજે બંધ કરવાનું કહીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.

જ્યારે કનુભાઈએ તેમને અપશબ્દો બોલવાની ના પાડી તો દિનેશભાઈએ તેમને લાકડી મારી દીધી હતી. દરમિયાન, મેલાભાઈ વચ્ચે પડતાં તેમને પણ માથામાં લાકડી વાગી હતી. આ ઉપરાંત, મનોજ સોલંકીએ હિતેશભાઈને માથામાં લાકડાનો દંડો માર્યો હતો, જ્યારે નિરાલીબેનને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી.

આ ઘટના બાદ ઉમરેઠ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)