છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં દિવાસાના તહેવારની ઉજવણી

Nilesh Solanki
By -
0

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની મહિલાઓ  દર વર્ષે વસ્ત્રોની થીમ મહિલાઓ નક્કી કરતી હોય છે અને એકજ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈ દિવાસા ના તહેવારને ઉજવવામાં આવે છે.


છોટા ઉદેપુર જિલ્લામાં કુકરદા ગામનો  દિવાસા નો તહેવાર જિલ્લામાં પ્રખ્યાત બન્યો છે, દર વર્ષે દિવાસા નાં તહેવારના બે મહિના પહેલા મહિલાઓ દ્વારા વસ્ત્રો ની થીમ નક્કી કરી  આખા ગામની મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રો ખરીદી  દીવાસા ના તહેવાર ના દિવસે ધારણ કરી  પરંપરા મુજબ પિહવાંનાં સૂર સાથે નાચગાન કરી દિવાસાનાં  તહેવારને ઉજવવામાં આવે છે. ગત વર્ષે લીલા રંગનાં વસ્ત્રો ની થીમ હતી તો આ વર્ષે  આછા લાલ રંગનાં વસ્ત્રો ની થીમ નક્કી કરવામાં આવી છે.

આદિવાસીઓ નાં મોટા ભાગના તહેવાર ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે ,  જેમાં દિવાસાનાં  તહેવાર નું પણ અનેરું મહત્ત્વ ધરાવે છે. છોટા ઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના કુકરદા ગામની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રકૃતિ નાં ગીતો સાથે ગરબા ગાઈને ઉજવવામાં આવે છે .

કુકરદા ગામમાં ભીલ જ્ઞાતિના લોકો પોતાની પરંપરા મુજબ દિવાસા નો તહેવાર ત્રણ દિવસ ઉજવવાંમાં આવે છે, પહેલા દિવસ ઘાયનું ,બીજા દિવસ દેવો ને પૂજવવા માં આવે છે અને ત્રીજા દિવસે  તહેવાર હોય છે તહેવારના દિવસે ગામની તમામ મહિલાઓ એકજ પ્રકારના વસ્ત્રોમાં માં સજ્જ થઈ નાં પિહાવા  નાં શૂર સાથે આખી રાત નાચગાન કરતાં હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)