દાહોદ-આણંદ મેમુ ટ્રેનનો કોચ ભડભડ સળગી ઊઠ્યો

Nilesh Solanki
By -
0

 દાહોદ જેકોટ રેલવે સ્ટેશન પર દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. મેનુ ટ્રેનની પાછળ જોડેલા એન્જિનની પાસેના ફર્સ્ટ ક્લાસ કોચમાં ધુમાડો આવતા  મુસાફરો ઊતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ દાહોદની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી. જો કે આ ઘટનામાં મોટી જાનહાની થઇ નથી. મોટી દુર્ઘટના ટળી જતાં લોકોએ હાશકારો થયો હતો. 

એન્જિનમાં આગ લાગતા જ ફર્સ્ટ ક્લાસના કોચમાં પ્રસરી

મળતી વિગતો મુજબ દાહોદ-આણંદ મેમુ ટ્રેન જેકોટ રેલવે સ્ટેશને હતી તે સમયે ટ્રેનોના બીજે છેડે લગાવેલા એન્જિનમાં અચાનક આગ લાગતા જ એન્જીનની જોડે આવેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ આગની જ્વાળાઓ પહોંચી હતી. અચાનક ધુમાડો નીકળતા ટ્રેનને રોકી દેવાઈ હતી. ઘટનાની જાણ થતા મુસાફરો પણ તાત્કાલિક નીચે ઊતરી ગયા હતા. આ ઘટનાની જાણ દાહોદ ફાયરબ્રિગેડને  કરાતાં કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. દાહોદના  ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી

આણંદ-ડાકોર મેમું ટ્રેનને રદ કરવામાં આવી

બે કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત કોચ અને એન્જિનને છૂટાં કરી દેવામાં આવ્યા હતા. અને  બાકીના કોચ સાથે ટ્રેન રવાના કરી દેવામાં આવી હતી. આ મામલે રેન્જ આઈજી આર. વી. અસારીએ જણાવ્યું હતું કે "ટ્રેનમાં એન્જિનમાં સ્પાર્કથી આગ લાગવાની ઘટના બની છે અને FSLને સૂચના આપી છે. આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે". જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનના એન્જીનમાં આગ લાગવાની ઘટના બનતા આણંદ-ડાકોર મેમું ટ્રેનને રદ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)