ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. શ્રાવણ મહિનાની અમાસને લઈને ઠાસરા ગામમાં શિવજીની સવારી કાઢવામાં આવી હતી. ત્યારે શિવજીની સવારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં પથ્થરમારાની ઘટના બની છે. ત્યારે શિવજીની સવારી કાઢવામાં આવી હતી. તે દરમિયાન બે કોમના લોકો આમનેસામને આવી જતા પથ્થરમારો થયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઠાસરા, ડાકોર સહિત સેવાલિયાની સહિત પોલીસને આ ઘટનાની જાણ કરી હતી
વાતાવરણ ડોહળવાનો પ્રયાસ
અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્રે જણાવી દઈએ કે, શિવજીની સવારીનીકળવાની હોય છે તેનું પહેલાથી જ આયોજન હોય છે ત્યારે આ અસમાજિક તત્વોને પણ તેની જાણ હશે જેને લઈ તેમણે પણ પૂર્વ આયોજન કર્યું હોઈ પથ્થરમારો કર્યો હતો. જો કે,હાલ અજંપાભરી પરિસ્થિતિ છે