આણંદ જિલ્લાના ખંભાત ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભાજપા શહેર સંગઠને પુષ્પાંજલિ અર્પિત

Nilesh Solanki
By -
0

 આખો દેશ આજે એ સાબરમતી ના સંત એવા જેઓને આપણે પૂજ્ય બાપુ, રાષ્ટ્રપિતા, અહિંસાના પુજારી એવા બધા હુલામણા નામથી યાદ કરીએ છીએ એવા આપણા દેશના રાષ્ટ્રપિતા મોહનચંદ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીની આજે 154મી જન્મ જયંતી છે. ત્યારે આખો દેશ બાપુ ને યાદ કરે છે એમણે આપેલ બલિદાનને લોકો વર્ષોથી યાદ કરે છે. ભારત દેશ નહીં પરંતુ દુનિયાના તમામ દેશો  મહાત્મા ગાંધીજીને સન્માનની નજરે જોવે છે.



મહાત્મા ગાંધીજીએ આપણને એક અમૂલ્ય શસ્ત્રની ભેટ આપી છે. આ દેશમાં બાપુએ આપેલા શસ્ત્રનો ઉપયોગ કરીને ગાંધી  ચીંધ્યા માર્ગે વર્ષોથી લોકો આપણા દેશમાં આંદોલનો કર્યા અને અત્યારે પણ થાય છે તે અહિંસાનું શસ્ત્ર પૂજ્ય બાપુએ આપણને આપ્યું છે. મહાત્મા ગાંધીને સ્વચ્છતા અતિ પ્રિય હતી તેઓ કાયમ સસ્તા પર ભાર મુકતા.

  તેમના આ અભિગમને ચાલુ રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે જાહેરાત કરી હતી કે ગાંધી જયંતીના આગલા દિવસે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન યોજાય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે, જાતે સમજી અને સ્વચ્છતા રાખે એ બાપુ નો અભિગમ અપનાવ્યો હતો. આજે આખો દેશ સ્વચ્છતા અભિયાનમાં જોડાયો છે.

  ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા ગઈકાલે પણ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અને આજે ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન દ્વારા ખંભાતના લાલ દરવાજા ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. શહેર સંગઠન પ્રમુખ પિનાકીનભાઈ ની અધ્યક્ષતામાં  ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર  , નગરપાલિકા ઉપપ્રમુખ, નગરપાલિકાના કાઉન્સિલરો રાજભા,  રાજેશભાઈ રાણા, સોનલબેન જોષી, કાનજીભાઈ, અને શહેર સંગઠનના સૌ હોદ્દેદારોને કાર્યકરો બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવા  ભેગા થયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)