મતદાર યાદીમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)નો કાર્યક્રમ 4 ડિસેમ્બરે પૂર્ણ થવા જઈ રહ્યો છે. એટલે કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ નજીક આવતાં, હજારો લોકોના મનમાં એક મોટો સવાલ છે જો 4 ડિસેમ્બર સુધી SIR ફોર્મ નથી ભર્યું, તો શું નામ મતદાર યાદીમાંથી કાયમી રીતે કાઢી નાખાશે? હકીકત એ છે કે — બિલ્કુલ નહીં. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે જો તમે અથવા BLOએ ફોર્મ સમયસર નથી ભર્યું, તો કોઈ દંડ નથી, કે કોઈ કાનૂની કાર્યવાહી નથી, અને સૌથી મહત્વની વાત તમારું નામ કાયમી ધોરણે દૂર થતું નથી.
4 ડિસેમ્બર પછી શું થવાનું છે?
ઘણા મતદારો ફોર્મ ભરવામાં મોડા પડ્યા છે, પરંતુ આ ડેડલાઇન સરકારી વહીવટી પ્રક્રિયા છે. ફોર્મ નહીં ભરવાથી કોઈ નુકશાન થવા નું નથી.
ચૂંટણી પંચની સ્પષ્ટતા:
- કોઈ દંડ નહીં
- કોઈ કાનૂની કાર્યવાહી નહીં
- મતદાર તરીકેનો અધિકાર તરત રદ નહીં થાય
- આગળ સુધારણા કરવાની તક મળશે
9 ડિસેમ્બરે આવશે ‘ડ્રાફ્ટ મતદાર યાદી’
4 ડિસેમ્બર બાદની અગત્યની તારીખ છે — 9 December 2025. આ દિવસે ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે. જાહેર કરેલ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ તપાસો:
✔️ જો નામ છે → તમારી એન્ટ્રી સેવ છે
❌ જો નામ નથી → હજુ તક છે, ગભરાશો નહીં
9 ડિસેમ્બર પછીથી જાન્યુઆરી 2026 સુધી Claims & Objections (દાવા અને વાંધા)નો સમયગાળો શરૂ થશે. આ દરમિયાન તમે તમારી એન્ટ્રી સરળતાથી ઉમેરાવી અથવા સુધારી શકો છો.
ડ્રાફ્ટ લિસ્ટમાં નામ ન હોય તો શું કરવું? (Form 6)
જો તમારું નામ જોવા નથી મળતું, તો તમે Form 6 ભરીને ફરીથી નોંધણી કરી શકો છો.
ક્યાંથી ભરશો?
- Election Commission of India ની વેબસાઇટ
- Voter Helpline App
- તાલુકા / ઝોનલ ઓફિસ ખાતે પણ Offline
આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન, સરળ અને ઝડપી છે.
જૂના મતદારો માટે એક મહત્વની બાબત — નોટિસ આવી શકે છે
જો તમારા ઘરે BLO આવી ન શક્યો હોય અથવા SIR દરમિયાન તમારી વેરિફિકેશન ન થઈ હોય, તો ERO (ચૂંટણી નોંધણી અધિકારી) તમને નોટિસ મોકલે.
નોટિસ મળ્યા પછી શું કરવું?
- નક્કી કરેલી તારીખે અધિકારી સમક્ષ હાજર રહેવું
- ઓળખ અને રહેઠાણનું પુરાવું બતાવવું
- જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા
જો તમે હાજર નહીં રહો તો શું થશે?
જો તમે સુનાવણીમાં હાજર નથી રહેતા અથવા તમારી યોગ્યતા સાબિત કરી શકતા નથી. તો જ તમારું નામ Final Voter Listમાંથી કાપી નાખવામાં આવશે.
સારાંશ — 4 ડિસેમ્બર અંત નથી
- SIR ફોર્મ સમયસર ન ભરાયું તો પણ નામ કાપાતું નથી
- 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ લિસ્ટ આવશે
- જાન્યુઆરી 2026 સુધી સુધારણા કરીને તમે તમારું નામ ઉમેરાવી શકો છો
- નોટિસ મળ્યે સમયસર હાજર રહેવું જરૂરી
- અંતિમ યાદી પહેલા પૂરતો સમય મળશે
