નડિયાદની રૂડસેટ સંસ્થા દ્વારા 30 દિવસની ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફીનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Nilesh Solanki
By -
0

બેરોજગાર યુવાન-યુવતીઓને નિશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા, નડિયાદ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સહયોગથી 30 દિવસની ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાના ૨૭ જેટલા ગ્રામ્ય વિસ્તારના બી.પી.એલ પરિવારના બેરોજગાર યુવકોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો હતો.

 


આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી સજેદાબેન સબાસરા અને રૂડસેટ સંસ્થાના નિયામકશ્રી એલ.આર. ભરલા ઉપસ્થિત રહ્યા હતા. અને તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી એલ.આર. ભરલાએ તાલીમાર્થીઓને તાલીમનો સદુપયોગ કરી સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પોતે સ્વનિર્ભર થવા પ્રોત્સાહિત કર્યા હતા. નિયામકશ્રીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૦૭૦૬ બેરોજગાર યુવક/યુવતીઓને વિવિધ કૌશલ્ય તાલીમ જેવીકે મોબાઇલ રિપેરિંગ, એ.સી. ફ્રિજ રિપેરિંગ, ઈલેક્ટ્રિશીયન વાયરિંગ, સીવણકામ, બ્યુટી પાર્લર, વગેરે તાલીમ આપવામાં આવી છે. જેમાંથી ૧૭૪૦૩ તાલીમાર્થીઓ વ્યવસાય ચાલુ કરી પગભર થયા છે.

Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)