સ્ટોલની સાથે રહેવાની પણ વ્યવસ્થા મળી છે એનાથી વિશેષ શુ જોઈએ...!- રાકેશ ડોબરીયા

Nilesh Solanki
By -
0

વડોદરા શહેરમાં અકોટા અતિથી ગૃહ ખાતે યોજાયેલ હસ્તકલા એક્ઝિબિશનમાં સુરતના નનશાળ ગામથી આવેલ રાકેશભાઈ ડોબરીયા પોતાની કલાને અલગ અલગ રૂપ આપીને ૧૦ સ્થાનિક બહેનોને રોજગારી આપી રહ્યા છે. તેમનું દિવસ દીઠ વેચાણ રૂ.૧૦૦૦ ના નફા સાથે થાય છે.



રાકેશભાઈએ પોતે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સુરતના નીલકંઠ સખી મંડળ સાથે જોડાયેલા છે જેમાં પેચવર્ક, ફેબ્રિક જવેલરી, લેડીઝ પર્સ, કમર બેલ્ટ અને ડીઝીટલ પ્રિન્ટ સાથે બેગ અને કપડાં પર ગ્રાહકને ગમતાં પેચવર્ક કરી આપે છે. તેઓ કહે છે કે આજકાલ લોકોની પસંદ બદલાતી જાય છે જેને ધ્યાને રાખીને અમે એમને ગમે એવા અથવા તો એમના ઓર્ડર મુજબ વર્ક કરીએ છીએ. અમે મોટેભાગે કચ્છી વેસ્ટેજ કાપડનો ઉપયોગ જવેલરીને યુનિક બનાવવા માટે કરીએ છીએ.

અમે છેક સુરતથી આવીએ છીએ અમે ગુજરાતમાં દરેક જગ્યાએ આવા એક્ઝિબિશનમાં જઈએ છીએ. સરકારે અમને ઘણી સુવિધાઓ પુરી પાડી છે. અહીં અમને જોઈતું પ્લેટફોર્મ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. અમારી પ્રોડક્ટ આવાં અલગ-અલગ પ્રદર્શનો યોજાય તો અન્ય લોકોને પણ એનો લાભ મળી શકે અને અમને પણ એનો ફાયદો એટલે કે અમારી મહેનતનું ફળ મળી રહે. અમને અહીં સ્ટોલની સાથે રહેવાની પણ વ્યવસ્થા મળી છે એનાથી વિષેશ શુ જોઈએ...! એમ રાકેશભાઈ ડોબરીયાએ વિગતે જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)