આગરવા ગામે પ્રાથમિક શાળામાં 8 વિદ્યાર્થીઓને લાકડાની ડંડી અને લોખંડની ફુટપટ્ટી વડે મારમારતા પોલીસ ફરિયાદ

Nilesh Solanki
By -
0

 ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના અગરવા ગામની પ્રાથમિક શાળામાં બીએડ કોલેજમાંથી તાલીમ લેવા આવનારા આચાર્યના પુત્ર સહિતના ત્રણ વિદ્યાર્થીઓએ ધોરણ-8માં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓને માર મારનાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તાલીમાર્થી શિક્ષકો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને લાકડાની ડંડી, લોખંડની ફૂટપટ્ટી અને હાથથી માર મારતા હોવાની ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી હતી.

ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના આગરવા ગામની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે.  શાળામાં બીએડ કોલેજમાંથી તાલીમ લેવા આવનારા 3 તાલીમાર્થી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગંભીર માર મારતા વાલીઓ અને શિક્ષકો વચ્ચે મામલો ગરમાયો છે.

પ્રાથમિક શાળામાં તાલીમાર્થી શિક્ષકે તરીકે ભણાવવા આવેલા શિક્ષક ધનરાજસિંહ ચાવડા (સ્કૂલના આચાર્યનો પુત્ર), હર્ષિલભાઈ અને અન્ય એક શિક્ષિકા આ ત્રણેય શિક્ષકોએ શાળામાં ભણતા 9 બાળકોને “ગધેડાઓ ..કાંઈ આવડતું નથી, લેશન નથી કરતા” જેવા શબ્દો કહ્યા હતા અને બાળકોને  લાકડી, ફૂટપટ્ટીથી મારા મારતા મામલો પોલીસ સ્ટેશને પોંહચર્યો છે. શિક્ષકો છેલ્લા 4 દિવસથી વિદ્યાર્થીઓને મારમારવામા આવતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.  ડાકોર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)