તારાપુરના મોરજ જીચકા માર્ગ પરના ગરનાળા પાસેના ડાયવર્ઝન પર માટી ધોવાતા ખાડો પડ્યો

Nilesh Solanki
By -
0

તારાપુર તાલુકાના મોરજ જીચકા માર્ગ પર આવેલા કાંસ પર થોડા સમય પહેલા નવું ગરનાળું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.કામગીરી દરિમયાન નાગરિકોની અવરજવર માટે કાંસ પર સિમેન્ટના નળ ઉપર માટી નાખી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.  છેલ્લા કેટલાક દિવસોથી વરસતાં વરસાદને લઈ ડાયવર્ઝન માટે નાખવામાં આવેલા નળ પરની માટી ધોવાઈ જવા પામી છે.રસ્તાની વચ્ચોવચ્ચ માટી ધોવાઈ જઇ ખાડો પડી જતાં વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ ચોમાસાની સીઝન હોઈ તારાપુર તાલુકા સહિત જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસ માંથી પણ વધુ વરસાદી પાણી આવતા આ કાંસમાં પણ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે તંત્ર દ્વારા તારાપુરના મોરજ જીચકા માર્ગ પર નવા બનાવવામાં આવેલ  ગરનાળા પાસે નાં ડાયવર્ઝન પર તાકીદે સમારકામ કરાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદ વરસે અને કાંસમાં પણ પાણીનો પ્રવાહ વધેતો ડાયવર્ઝન માટેનાં નળ અને માટી બંને પાણીના પ્રવાહમાં ધોવાઈ જાય. 

તારાપુર તાલુકાના ગોરાડ, જિચકા, ચીખલિયા, ખાખસર,વલ્લી, રેલ, પાદરા, રોહિણી,પાંદડ, જાફરાબાદ સહિતના ઘણાં ગામડાઓને જોડતો રસ્તો બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. તારાપુર મોરજ જીચકા માર્ગ પર થઈને પસાર થતા અસંખ્ય વાહનચાલકો નવા ગરનાળા પાસે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પડેલા ખડાનું તાકીદે સમારકામ કરાવવા માંગ કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)