આંકલાવ પાસે આવેલ નારપુરા ગામનાં ચાવડાપુરા વિસ્તાર નાં રહીશો કેટલાય સમય થી બિસ્માર કાદવ કીચડ રસ્તા ને કારણે હેરાન પરેશાન છતાં પણ રસ્તા નાં પ્રશ્ન નાં નિરાકરણ ને લઈ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાથી ત્યાંથી અવર જવર કરતાં લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે સ્કૂલે જતા બાળકો ને રસ્તા માં ઢીચણ સમા પાણી ભરાય જતા સ્કૂલે જવામાં પણ ભારે હાલાકી વેઠવી પડે છે આ પ્રશ્ન અંગે સ્થાનિક રહીશો દ્વારા કેટલીય વખત રજૂઆત કરવા છતાં સમસ્યા નું નિરાકરણ લાવવામાં તંત્ર સાવ આળશું બની પોતાની ઘોર બેદરકારી દાખવી રહ્યું હોય તેવું સ્પષ્ટ નજરે જોવાં મળી રહ્યું છે
ટિપ્પણી પોસ્ટ કરો
0ટિપ્પણીઓ
