ડાકોરમાં ગુરુપૂર્ણિમાના અવસરે લોકોનું કીડિયારું જોઈ ચોંકી જશોઃ જુઓ Video

Nilesh Solanki
By -
0


 આજે ગુરુપૂર્ણિમા હોવાથી ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો. પરંતુ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સામાન્ય રીતે ભક્તોનું આવું ઘોડાપૂર ફાગણી પૂનમે જોવા મળતું હોય છે. પરંતુ આજે ગુરુપૂર્ણિમાએ ભક્તોનુ ઘોડાપૂર જોતા ડાકોરના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.



ખેડા જિલ્લાના સુપ્રસિઘ્ધ યાત્રાધામ ડાકોર કે જ્યા રાજા રણછોડ બીરાજે છે. લોક વાયકા છે કે, કોઈ પણ જાત્રા કરો અને ત્યાર બાદ ડાકોરના ઠાકોરના દર્શન ના કરો ને તો જાત્રાનુ પુન (પુણ્ય) મળતુ નથી. એટલે સામાન્ય દિવસોમાં પણ ડાકોરમાં ભક્તોનો ઘસારો હોય છે. જોકે ભક્તોનું ઘોડાપુર તો માત્ર ફાગણી પુનમે જ જોવા મળે છે, જ્યાં ગુજરાતભરથી શ્રધ્ધાળુઓ ઠાકોરજીના દર્શન કરવા પગપાળા આવતા હોય છે. પરંતુ આજે પણ ડાકોરમા ફાગણી પૂનમ જેવો માહોલ જોવા મળ્યો. આજે ફાગણી પુનમ નહીં પરંતુ ગુરૂ પુર્ણીમા છે. અને ગુરુપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ડાકોરમાં ઉમટ્યુ હતું.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)