ઉમરેઠ તાલુકાના પણસોરાના વેપારીની નહેરમાં મોતની છલાંગ

Nilesh Solanki
By -
0

ઉમરેઠ : પણસોરામાં રહેતા અને સ્ટીલ-ફર્નિચરનો વેપાર કરતા વેપારીએ નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાના બે દિવસ પછી પણ વેપારીના આપઘાતનું રહસ્ય અકબંધ રહ્યું છે. 

પ્રતિકારત્મક તસ્વીર


મળતી માહિતી મુજબ મૂળ સાબરકાંઠાના અને હાલમાં ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં બાબુભાઈ કુંભાર રહે છે જેવો પણસોરા ગામમાં સ્ટીલ-ફર્નિચરની દુકાન ધરાવે છે. બાબુભાઈને  20 વર્ષીય પુત્ર અનીલ તેમની સાથે દુકાન પર બેસી વ્યાપાર-ધંધો કરતો હોય છે. 

તા 6-7-2023 ગુરૂવારે મોડી સાંજે અનીલ ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. દરમિયાન, થોડા સમય પછી પોતાના ભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તે આપઘાત કરી રહ્યો છે. તેમના ભાઈએ  અનિલને  ફોનમાં વાતોમાં રાખીને જ નહેર પાસે પહોંચી ગયો હતો. જોકે, તેમનો ભાઈ બાઈકનું સ્ટેન્ડ પાડીને તેની પાસે પહોંચે તે પહેેલાં જ નહેરની પાળ પર બેઠેલા અનિલે કૂદકો  માર્યો હતો. તેમના ભાઈએ તેમને બચવાની કોશિશ કરી પણ નહેરમાં વ્હેણ વધુ હોય તે પાણીમાં તણાવા લાગ્યા હતા. 

શુક્રવારે સવારે તેનો મૃતદેહ સલુણ પાસે નહેરમાંથી મળી આવ્યો હતો. મૃતક અનિલના બે મહિના પહેલાં જ લગ્ના થયા હતા. પોલીસે આત્મહત્યાની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)