આંકલાવના બીલપાડમાં આંગણવાડીના બાળકો ભાડાના મકાનમાં ભણવા મજબુર બન્યા

Nilesh Solanki
By -
0

 એક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાત તો તરસે ગુજરાત જેવા નારા આપવામાં આવ્યા છે ત્યારે આંકલાવ ના બીલપાડમાં આંગણવાડી ના બાળકો ભાડાના મકાનમાં ભણવા મજબુર બન્યા છે.

આંકલાવ તાલુકાના બીલપાડ માં આંગણવાડી જર્જરિત હાલતમાં ફેરવાઈ.આંગણવાડીના ઉપરની છત તૂટવાના આરે પહોંચી ગઈ જેમાં વરસાદ પડતાં આંગણવાડીમાં ઉપરની છત માંથી પાણી પડવાને કારણે અને છત ના પોપડા પડવાથી બાળકોના જીવ સાથે જોખમ હોવાથી બાળકોને ભાડાના મકાનમાં ભણવા મજબુર બન્યા.ગામ લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં પણ હજુ પણ કઈ સમસ્યાનું હલ ના આવતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)