આણંદ કલેક્ટર વીડિયો ક્લિપ કાંડમાં સૌથી મોટો ખુલાસો : જમીનની ફાઈલો ક્લિયર કરવા કર્યું સ્ટીંગ ઓપરેશન

Nilesh Solanki
By -
0

એક યુવતી સાથે પોતાની જ ચેમ્બરમાં અંગત પળો માણતા કેમેરામાં ઝડપાયેલા ડી એસ ગઢવીને તેમની જ સાથે કામ કરતા ત્રણ લોકોએ ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ડી.એસ. ગઢવી ઓફિસમાં જ એક મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. 

વાયરલ વીડિયો અને મહિલા વિશે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે નવા ખુલાસા વિશે વિગતો મળી રહી છે કે આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે ગઢવીને સતત બ્લેકમેઇલ કરતા હતા. કલેક્ટર કચેરીમાં ADM કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે.ડી પટેલની મિલીભગતથી બિનખેતીની ફાઇલોમાં વ્યવહાર અંગે અરજદાર પાસે રૂપિયા વસૂલતા હતા આની જાણ કલેક્ટર ડી.એસ ગઢવીને થતા આરોપીઓએ કલેક્ટરને બ્લકમેલ કરવા માટે કારસો રચ્યો હતો. નાયબ મામલતદાર જે.ડી પટેલ કલેક્ટર દિલીપ ગઢવીની ખૂબ જ નજીક હતા અને તેથી તેઓ જાણતા હતા કે કલેક્ટર રંગીન મિજાજના છે, ગઢવી સાહેબના આ મિજાજનો લાભ લઈ કેતકી વ્યાસ અને જે.ડી પટેલે સમગ્ર પ્લાન બનાવ્યો. જે.ડી પટેલે તેના મિત્રની મદદથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા બાદમાં આ કેમેરાના કોઈને ખબર ન પડે તેવી રીતે કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવી દીધા. જાન્યુઆરી મહિનામાં વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હતું  જે બાદ આરોપીઓ કલેક્ટર D S ગઢવીને બ્લેકમેલ કરતા હતા. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ કામ કઢાવવા ડી.એસ ગઢવી પર દબાણ કરતા હતા  વીડિયો ઉતારી કલેકટરને ફાઈલો ઉપર સહી કરવા બ્લેકમેલ કરતા હતા. ડી.એસ. ગઢવીએ વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા તેમનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો તેવું જાણવામાં આવ્યું છે.

D S ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત ATS ફરિયાદી બન્યું છે. ATSના પીઆઇએ આણંદ ટાઉન પોલીસ મથકમાં કેતકી વ્યાસ,  જે.ડી પટેલ, હરેશ ચાવડા  ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)