આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારના સસ્તા અનાજની દુકાનમાંથી સડેલું અને જીવાત વાળું અનાજ વિતરણ કરાયું
ભેટાસી વાંટા વિસ્તારના પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર ની સસ્તા અનાજની દુકાનમાં થી આપવામાં આવતું અનાજ સળેલું તથા જીવાત વાળું હોવાનું બહાર આવ્યું. ઘઉં તદ્દન ખરાબ અને સળેલ હાલતમાં તથા ચોખામાં જીવાત હોવા છતાં આવું અનાજ આપવામાં આવે છે આ અનાજ જો પશુઓ ને પણ ના ખવડાવાય તેવું અનાજ આપવામાં આવે છે ઘઉં તથા ચોખામાં ઘઉં પાવડર જેવા અને કાણાવાળા થઈ ગયા હોવા છતાં ગ્રાહકોને વિતરણ કરાયું . તો શું આ ઘઉં ચોખા ખાવા માટે કેટલા યોગ્ય છે કે નહીં તે ચોક્કસ તપાસ નો વિષય છે
