ચરોતરમાં એક બાદ એક દુષ્કર્મના બનાવો ઉજાગર થઈ રહ્યા છે ત્યારે ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબેના નાખુટી ગામના યુવાને કિશોરીને કપડા લેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી કિસ્સો પોલીસ ચોપડે નોધાયો છે. હવસખોરનો ભોગ બનેલી કિશોરીને નરાધમે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી ગભરાયેલી કિશોરી કોઈને જાણ કરી ન હતી પરંતુ દોઢ મહિના બાદ પોતના માવતરને સમગ્ર હકીકત જણાવતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તુરંત પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. આ બનાવ મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં હવસખોર યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
આરોપી કિશોરીને નવા કપડાની લાલચ આપીને બાઈક પર બેસાડી એકાંત જગ્યાએ લઈ ગયો
મળતી માહિતી મુજબ ઠાસરાના ઢુણાદરા તાબેના નાખુટી ગામે રહેતા ધર્મેશ ફતેસિંહ ઝાલા નામાના યુવાનેને ગામમાંજ રહેતી એક 16 વર્ષની કિશોરી ગમી ગઈ હતી અને તેને પામવા તેના પરિવારજનો સાથે ઘરેલું સંબંધ વધાર્યા હતા અને કિશોરીના ઘરે આવનજાવન શરું થઈ હતી. ધર્મેશે એક દિવસ કિશોરીની એકલતાનો લાભ લઇને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. આજથી લગભગ દોઢ માસ પહેલા જ્યારે કિશોરી પોતાના ઘરે એકલી હતી આ દરમિયાન આરોપી તેની ઘરે આવી કિશોરીને કહ્યું ચાલ તને ઉમરેઠથી નવા કપડા લઈ આપું તેમકહી કિશોરીને બાઈક પર બેસાડી લાલપુર પાસે આવેલ નહેરના ટેકરા વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આ એકાંત જગ્યા પર આરોપીએ કિશોરીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને તે વખતે આરોપીએ કિશોરીને ધમકી આપી હતી કે જો તુ મારી સાથે નહીં બોલે તો તને જાનથી મારી નાખીશ. આ બાદ આરોપીએ કિશોરી સાથે આ રીતે તેના ઘરેથી ઉઠાવી લાવી વિવિધ વિસ્તારમાં લાવી 2-3 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ થી સતત ગભરાયેલી કિશોરીએ સમગ્ર બાબતે દોઢ માસ બાદ મૌન તૌડી પોતાની આપવીતી પોતાના માતા પિતાને જણાવતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાપિતા એ તુરંત ડાકોર પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. આ બનાવ મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં હવસખોર યુવાન ધર્મેશ ઝાલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
