ચરોતર વિસ્તારમાં એક હ્રદય હચમચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ખેડામાં એક 21 વર્ષની પરિણીત પુત્રીએ તેના પિતાની સામે જ પુલ પરથી છલાંગ લગાવી દીધી છે. સાસરિયાવાળા અને પતિના ત્રાસથી કંટાળીને ઠાસરાની રાણી ક્રિષ્ના ઉર્ફે લક્ષ્મીએ મહિસાગર નદીના પુલ પરથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પરણીતાએ પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે, "પપ્પા, હું રાણીયા આગળ મહિસાગર નદીના પુલ પર ઉભી છું, મારો પતિ મને ત્રાસ આપી રહ્યો છે અને મને અન્ય કોઈ સાથે લગ્ન કરવાનું કહે છે જેથી હું મરી જાઉં છું.
પિતા એ દીકરી ને વાતોમાં રાખીને થોડી જ વારમાં પુત્રીના પિતા અને અન્ય સંબંધીઓ નદીના પુલ પર પહોંચ્યા ગયા. ત્યાં તેમને પુલ પર બેઠેલી પુત્રી જોઈ જેવા તે એની પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં પુત્રીએ પિતાની સામે જ નદીમાં ઝંપલાવ્યું હતું. મહીસાગર નદીમાં પાણી ન હોવાથી દીકરીને ગંભીર ઈજાઓ થઇ હતી. દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આ યુવતીના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા આમ ત્રણ મહિનાના લગ્ન જીવનનો કરૂણ અંત આવ્યો છે. લગ્નના દિવસોમાં જ પતિએ તેની પત્નીના કોઈની સાથેના સંબંધો વિશે ખોટી છાપ ઊભી કરી અને તેને હેરાન કરતો હતો. આ અંગે પત્નીના પિતાએ તેના જમાઈ કિર્તનસિંહ પરમાર સામે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
