ખેડા જિલ્લામાં શ્રાવણના અંતિમ દિવસે ઠાસરા નગરથી નીકળેલી શિવજીની શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ ઠાસરા પોલીસને થતાં પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે 3 FIR નોંધી છે જેમાં કુલ 17 લોકો અને 50 જેટલા એક ટોળા સામે બીજા પક્ષ તરફથી ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે 3 લોકો અને લગભગ 70 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે અન્ય ટોળાએ પક્ષ દ્વારા બીજા 1000થી 1500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શ્રાવણના છેલ્લા દિવસે ઠાસરા શહેરના વડોદ રોડ સ્થિત નાગેશ્વર મહાદેવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન મદ્રેશા અને મસ્જિદ બંને એક જ બિલ્ડિંગમાં હતા, તેની નજીક અચાનક પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. એવું જાણવા મળ્યું છે કે કોઈ મુદ્દે બંને પક્ષો વચ્ચે મામલો બિચક્યો બન્યો, અને તેને લઈ પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટના બાદ ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં 3 પોલીસ કર્મચારીઓ અને 3 સ્થાનિક લોકો ઘાયલ થયા છે.
ઠાસરા પોલીસ દ્વારા ઘટના સ્થળના પંચનામાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે મદ્રેસા અને મસ્જિદની તપાસ કરી હતી તપાસ દરમિયાન, મસ્જિદમાંથી મોટી માત્રામાં મેટલ પથ્થરો મળી આવ્યા હતાઆ અને મસ્જિદની પાછળના ભાગેથી પણ મોટી માત્રામાં પથ્થરો મળી આવ્યા છે. પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પરંતુ આ ઘટનામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, શું આ કોઈ સાજીશ હતી ? શુ આ પૂર્વ આયોજિત હતું? શિવજીની યાત્રા પર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો? આની તાપસ ચાલી રહી છે.
પોલીસે શિવજીની યાત્રા પર પથ્થરમારો કરનારા 11 મુસ્લીમ સમુદારના લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે ઠાસરાસરા નગરપાલિકાના સભ્ય છે.
આ શખ્સોની થઈ છે ધરપકડ
- મુહમ્મદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ (કાઉન્સિલર )
- અસ્પાકભાઈ મજીમીયાં બેલીમ
- જયદ અલી મોહમ્મદ અલી સૈયદ
- રૂકમુદ્દીન રિયાકત અલી સૈયદ (કાઉન્સિલર )
- ફિરોઝ મજીદખાન પઠાણ
- સૈયદ નિયાઝઅલી મહમૂદઅલી
- પઠાણ ઈમરાનખાન અલીખાન
- સૈયદ ઇર્શાદઅલી કમરઅલી
- સૈયદ શકીલ અહમદ આસિફ અલી
- મલેક સાબીરહુસેન અહમદમીયા
- જુનેદ
- સંજય ઉર્ફે આકાશ શનાભાઈ પરમાર
- મહેશકુમાર સુરેશકુમાર પરમાર
- અનિલ રમણભાઈ પરમાર
- વિજય શનાભાઈ પરમાર
- રાજેન્દ્ર ફૂલસિંહ વસાવા
અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં કુલ 16 લોકોની ધરપકડ કરી છે, જેમાં અહીં દર્શાવેલા પ્રથમ 11 લોકોને કોર્ટે રિમાન્ડ 2 દિવસના આપ્યા છે જ્યારે બીજા 5 સામે કાર્યવાહી ચાલુ છે. પોલીસની સતર્કતાને કારણે ઘટનાની જાણ થતાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. અને ઠાસરામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. જનજીવન પણ સામાન્ય થઈ ગયું છે.
