ખંભાત પ્રાંત અધિકારી નિરૂપા ગઢવીની અધ્યક્ષતામાં ખંભાત તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજવામાં આવી જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ શાસક પક્ષના નેતા અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી.તાલુકા પંચાયતના સૌ સભ્યો ભાજપના હોદ્દેદારોવગેરે હાજર રહ્યા.
ખંભાત તાલુકા પંચાયતની બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, અને કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવી.ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ચૂંટણી હતી જેમાં ભાજપ પક્ષ તરફથી શિવાનીબેનનું પ્રમુખ પદ માટે ફોર્મ ભરાયું હતું, અને ઉપ-પ્રમુખ પદ માટે વિરેન્દ્રસિંહ નું ફોર્મ ભરાયું હતું. પણ ગઈકાલે બપોરે 11 થી 2 માં સામે હરીફમાં કોઈ ફોર્મ ન ભરાતા શિવાનીબેન પટેલ અને વિરેન્દ્રસિંહ ને બિનહરીફ જાહેર કર્યા હતા. તેઓએ આજે પોતાનો પદ ભાર સંભાળ્યો છે. સાથોસાથ કારોબારીના ચેરમેન, અને શાસક પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી. પ્રમુખ તરીકે ઉંદેલ સીટના શિવાનીબેન કેતનભાઈ પટેલ નિમણૂક કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે હરિપુરા સીટના વીરેન્દ્ર સિંહ રામસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી.કારોબારી ચેરમેન તરીકે વટાદરા સીટના રમેશભાઈ પુનમભાઈ દોઢિયાંની નિમણુંક કરવામાં આવી.શાસક પક્ષ નાં નેતા તરીકે નગરા સીટ નાં નૈલેશભાઈ ભાઈલાલભાઈ પટેલ ની નિમણુંક કરવામાં આવી.
