ઉમરેઠ તાલુકામાં કુલ 22 બેઠકો પૈકી ભાજપ 13 અને કોંગ્રેસની 9 બેઠકો છે. ઉમરેઠ તાલુકામાંથી ભાજપની સામે કોંગ્રેસમાંથી પ્રમુખપદે રાજેન્દ્રસિંહ એમ. સોલંકી અને ઉપપ્રમુખપદે જીજ્ઞેશભાઇ જી. ભોઇએ ઉમેદવારી નોંધાવી છે. લોક ચર્ચાનુસાર ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના કેટલાક નારાજ સભ્યો સાથે કોંગ્રેસના અગ્રણીઓ સંપર્કમાં હોવા સાથે છેલ્લા કેટલાય દિવસથી ખાનગી બેઠકોનો દૌર જામી રહ્યો છે આથી ચૂંટણીમાં હવે કોની તરફે પલ્લું નમે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0ટિપ્પણીઓ
