આણંદ, મહીસાગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

Nilesh Solanki
By -
0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે, આણંદ જિલ્લામાં આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં ભારે  વરસાદ આવશે. આ સાથે તેમણે જણાવ્યું  કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી વરસાદી  સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 

અંબાલાલ પટેલે પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને મહીસાગરમાં ભારે  વરસાદની આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આ સાથે ખેડૂત સંબંધિત તેમણે કહ્યું કે, 13 સપ્ટે બાદ ઉત્તરા ફાલ્ગુનીનો વરસાદ ખેતી માટે સારો રહેશે. 

રાજ્યના હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરેલી છે. જેમાં મુખ્ય કરીએ  વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ વિસ્તારમાં વરસાદની શક્યતા છે આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)