ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખપદ ઉપર ભાજપ નો ભગવો લહેરાયો

Nilesh Solanki
By -
0

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા.

આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયતોમાં બાકી રહેલ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયત પૈકી આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા અને તારાપુર એમ છ તાલુકા પંચાયતમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે ફક્ત ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભરતા તેઓ બિનહરીફ થયા હતા.  બાકીની બે તાલુકા પંચાયત ઉમરેઠ તથા આંકલાવમાં બંને પક્ષે ફોર્મ ભરાતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉમરેઠ તાલુકા પંચાયતની બાકી રહેલ અઢી વર્ષની મુદત માટે બપોરના સુમારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના પ્રતાપભાઈ ધનાભાઈ સોલંકીને ૧૩ મત અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ સોલંકીને ૮ મત મળતા પ્રમુખપદે ભાજપના પ્રતાપભાઈ સોલંકીની જીત થઈ હતી. જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના સૂર્યાબેન નરેન્દ્રસિંહ ઝાલાને ૧૩ મત મળતા તેઓ વિજયી બન્યા હતા. ભાજપના ઉમેદવારોની જીત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)