ઉમરેઠ મામલતદાર કચેરીએ ધારાસભ્યના પુત્રે અચાનક ઇન્કવાયરી કરી

Nilesh Solanki
By -
0

 ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈ મામલતદાર કચેરીએ વૃદ્ધો પેન્શન, ખેડૂતના પૈસા, વિધવા સહાય અને અનેક નાના-મોટાના પ્રશ્નો ધારાસભ્યોને ધ્યાનમાં આવતા. ઉમરેઠ મામલતદાર કચેરીએ ધારાસભ્યના પુત્ર હર્ષદભાઈ રૂબરૂ મુલાકાત કરતા મામલતદાર કચેરીની અંદર દોડધામ મચી ગઈ હતી.

 અધિકારીઓને હર્ષભાઈ તરફથી સૂચના આપી છે કે નાનામાં નાના માણસનું કામ તમે કરતા નથી પૈસા વાળા નું કામ ઝડપથી થાય છે આવી લાલિયા વાળી અમે નહીં ચલાવી શકીએ. મળતી માહિતી મુજબ ઉમરેઠ મામલતદાર કચેરીએ મોટાભાગે ગામડાના લોકો અભણ હોવાથી કોઈ વાતે તેમને ખબર ના પડે તેવા વ્યક્તિ ઉમરેઠ મામલેદાર ઓફિસે આવે આજે નહિ કાલે કાલે નહી તો પરમ દિવસે આવા ધક્કા ખાવા પડે છે. જે વાત જનતાના પ્રશ્નની વાત ધારાસભ્યને જાણ થતા ઉમરેઠના ધારાસભ્ય એ તાત્કાલિક ઉમરેઠ મામલતદાર કચેરીએ તમામ અધિકારીઓને ઉધડો લીધો હર્ષદભાઈ એ તમામ પ્રશ્નોનો ચાર દિવસની અંદર ઉકેલ લાવી તમામ ફાઈલો ધારાસભ્યની ઓફિસમાં મોકલી આપી તેવી વિનંતી કરી છે

જેથી સ્થાનિક જનતાઓને આવા ધારાસભ્યોને આવી અમુક સમયે મુલાકાત કરે તો જ અધિકારીઓને આંખો ખુલ્લી થાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)