ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન, આટલા વાગ્યે ખુલી જશે મંદિર

Nilesh Solanki
By -
0

 ચરોતરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં આગામી જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કર્યો છે.

ટેમ્પલ કમિટીએ આપેલ જાણકારી દર્શનનો સમય આ હશે

  • 6:30 વાગે નિજ મંદિર ખુલી જશે.
  • 6:45 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે.
  • બપોરના 1:00 વાગ્યાના અરસામાં શ્રી ઠાકોરજી પોઢી જશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે વૈષ્ણવનો મંદિર પ્રવેશ બંધ રહેશે.
  • સાંજના 4:45 વાગ્યે નિજમંદિર ખોલી 5:00 વાગ્યાના અરસામાં આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે.
  • રાત્રિના 12:00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન થશે, શ્રી ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજી મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે.
  • મોટા મુગટ ધારણ કર્યા બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે અને વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે

તારીખ 8/9/23 ને શુક્રવારના રોજ નંદ મહોત્સવ ઉજવાશે 

તારીખ 8/9/23 ને શુક્રવારના રોજ નંદ મહોત્સવના દિવસે શ્રી ઠાકોરજીના દર્શનના સમય પણ જાહેર કરાયો છે. સવારના 8:45 વાગે નિજ મંદિર ખુલી 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવાશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)