ખંભાત શહેરમાં આવેલ નવરત્ન ટોકીઝ પાસે ભાવનાથ મહાદેવ માં વર્ષોથી શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની વિવિધ રીતે ભક્તિ કરવામાં આવે છે. ઘરે આજે શ્રાવણ મહિના ના ત્રીજા સોમવારે અમરનાથ ની ગુફા બનાવવામાં આવી હતી. અને હજારો શ્રદ્ધાળુ દર્શન આવેલા હતા. ત્યારે જ શોર્ટ લાગવાની ઘટના બની હતી તેમાં ત્રણ વ્યક્તિને શોર્ટ લાગ્યો હતો. સોટ લાગતા જ ત્યાં દોડધામ મચી જવા પામી હતી જે વ્યક્તિઓને શોર્ટ લાગ્યો હતો તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે પુરુષો અને એક મહિલાને શોટ લાગ્યો હતો ત્યાં એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને એક મહિલા અને એક પુરુષ સારવાર હેઠળ હતા ઘટનાની જાણ થતા ખંભાત સીટી પોલીસ નો કાફલો ઘટના સોળે દોડી આવ્યો હતો સ્થિતિ સંભાળી લીધી હતી. શ્રાવણ મહિનામાં સોમવારે ભક્તો મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. જે દરમિયાન સોર્ટ લાગતા એક વ્યક્તિનું મોત થવા પામ્યું હતું.
(મુકેશ રવજીભાઈ ચુનારા ઉંમર 23 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત )જ્યારે ફાલ્ગુનીબેન રાણા તેમજ કેતનભાઈ રાણા હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા. આ ઘટનાની વધુ તપાસ ખંભાત સીટી પોલીસે હાથ ધરી છે.
