જાણો આણંદ જિલ્લા સાથે શું ખાસ સંબંધ ધરાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Nilesh Solanki
By -
0

 આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર, 1950ના રોજ વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે RSSના સ્વયંસેવક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

70ના દાયકામાં નરેન્દ્ર મોદી જ્યારે RSSમાં જોડાયા હતા ત્યારથી તેઓ આણંદ જિલ્લાની મુલાકાતે આવતા હતા. ત્યારે નરેન્દ્ર મોદીના કાર્યક્ષેત્રમાં વડોદરા અને પંચમહાલ જિલ્લો હતો. નરેન્દ્ર મોદીને વર્ષ 1973માં RSS ના નડિયાદ વિભાગ અને ખેડાના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને જિલ્લાના આણંદ, બોરસદ, ઉમરેઠ, ખંભાત અને પેટલાદ તાલુકાઓમાં RSSની શાખાઓ શરૂ કરવા માટે ઘણી યાત્રાઓ કરી હતી. તેમને ઘણા ગામો ની રૂબરૂ મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ જિલ્લાના પ્રવાસે આવે છે. ત્યારે તેઓ પોતાની જૂની યાદોને તાજી કરે છે. આણંદ જિલ્લાના જૂના કાર્યકરોને આજે પણ તેમની સાથે પસાર કરેલો સમય યાદ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)