આણંદ પાસે અકસ્માતમાં સાસુ-વહુનું કમકમાટી ભર્યુ મોત

Nilesh Solanki
By -
0

 આણંદના બેડવા ગામ નજીક એક્સપ્રેસ વે પર હિટ એન્ડ રનની ઘટનાનો બનાવ બનવા પામ્યો છે. અમદાવાદ થી અંકલેશ્વર જઈ રહેલા પરિવાર ને અજાણ્યા કાર ચાલકે કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં પરિવારના સાસુ-વહુને કાળ ભરખી ગયો અને 10 વર્ષના બાળકની હાલત હાલ ગંભીર છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો પરિવાર અંકલેશ્વર જઈ રહ્યો હતો. પતિ, પત્ની, બાળક, ભાઈ અને માતા-પિતા અંકલેશ્વર જવા નીકળ્યા હતા. જ્યાં આણંદના બેડવા બ્રિજ નજીક એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં કારનું પડીકુ વળી ગયુ હતું. અજાણ્યા ટ્રક ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી અને ફરાર થઈ ગય હતો. આ અકસ્માતમાં બે નાં મોત થયા છે, તો ત્રણ લોકો ઘાયલ થયા છે. કારમાં સવાર સાસુ વહુના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)