ઠાસરામાં દારૂનો મોટો કૌભાંડ ભાંડો ફોડાયો – ₹૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત

Nilesh Solanki
By -
0

 ઠાસરા, નનાદરા–ઠાસરા માર્ગ પર નર્મદા કેનાલ નજીક પોલીસે ગુપ્ત માહિતીના આધારે બે વાહનોને રોકી વિશાળ માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો. કાર્યવાહી દરમિયાન કુલ ₹૪૬,૦૦,૯૯૨નો વિદેશી દારૂ તથા વાહનો અને અન્ય સામગ્રી સહિત કુલ ₹૫૧,૧૧,૬૬૨નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.



પોલીસે સફળ છાપામાં ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે:

  1. સુનિલ નટુભાઈ પરમાર, રહે. ઠાસરા મુવાડી

  2. હીતેશ હર્ષદભાઈ પરમાર, રહે. આશીપુરા, તા. ઉમરેઠ

  3. પ્રદીપ ભરતભાઇ ઇનામદાર, રહે. ગોળજ, વાળંદવાળુ ફળીયું

પોલીસે બે વાહનો—અશોક લેલન્ડ (GJ-07-TU-6729) અને મહીન્દ્રા સુપ્રો (GJ-01-KT-7652)—માંથી વિદેશી દારૂ ભરેલા કાર્ટન મળી આવતા તરત જ ત્રણેયને કસ્ટડીમાં લીધા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ દારૂના જથ્થાને અન્યત્ર પહોંચાડવા તૈયાર હતા, પરંતુ પહેલા જ પોલીસની નજરમાં આવી ગયા. હાલ ત્રણેય સામે ધારાનું ગુનો નોધાઈ આગળની તપાસ શરૂ કરાઈ છે.

ઠાસરા પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વ્યવહાર પર મોટો બ્રેક લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)