ઉમરેઠના અહીમા ગામ પાસે મહીસાગર નદીમાં ગેરકાયદે ખનન સામે ગ્રામજનોએ ઉઠાવ્યો અવાજ

Nilesh Solanki
By -
0

 આણંદ (ઉમરેઠ): ઉમરેઠ તાલુકાના અહીમા ગામ નજીક મહીસાગર નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદે ખનનને કારણે સ્થાનિક ગ્રામજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. અહીમા ગામના મહિલા સરપંચ સહિત ગ્રામજનોની ટોળકી તલાટી મંત્રીને મળી અને ખોદકામ તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું.

🔹 મહીસાગર નદી માત્ર નદી નહીં, આસ્થાનું પ્રતિક

ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે, મહીસાગર નદીનો પટ માત્ર પાણીનો સ્ત્રોત નહીં, પણ આસપાસના ૧૦ ગામોની આસ્થા, સંસ્કૃતિ અને જીવનરેખા સમાન છે.
આ જગ્યા પર મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમ્યાન પૂજા-અર્ચના, દશામાં તથા ગણપતિજીના વિસર્જન વિધિ થાય છે. નદીના પટ પાસે આવેલા સ્મશાન અને નાવા-ધોવાનો આરો ગામની દૈનિક જીવનશૈલીનો અગત્યનો ભાગ છે.

🔹 ખોદકામથી નદીના પટમાં ખાડા – જીવને જોખમ

ગ્રામજનોએ જણાવ્યું કે ગેરકાયદે ખનનના કારણે નદીના પટમાં મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે લોકોના જીવને જોખમ છે. નદીમાં અનધિકૃત રસ્તો બનાવી ખનન ચાલુ રાખવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે.

🔹 ગ્રામજનોએ તંત્રને વિનંતી

ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે આ ગેરકાયદે ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં આવે, જેથી લોકોની સુરક્ષા સાથે સાથે આસ્થાનું આ પ્રતિક સમાન સ્થળ પણ અખંડિત રહે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)