આણંદ જિલ્લામાં વરસાદી માહોલ છવાઇને વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદ જિલ્લાનાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે જોઇએ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના તારાપુર તાલુકામાં ૩ MM ., સોજીત્રા તાલુકામાં ૪ MM , આણંદ તાલુકામાં ૮ MM , પેટલાદ તાલુકામાં ૩ MM અને બોરસદ તાલુકામાં ૨ MM મળીને છેલ્લા 24 કલાકમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરેઠ, ખંભાત અને આંકલાવ તાલુકામાં વરસાદ નહિવત છે. જે સવારના 6 કલાક સુધીનો વરસાદ દર્શાવે છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં 766 MM નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં 467 MM નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો તારાપુર તાલુકામાં 579 MM., સોજીત્રા તાલુકામાં 705 MM ,પેટલાદ તાલુકામાં 709 MM , ખંભાત તાલુકામાં 529 MM , બોરસદ તાલુકામાં 593 MM અને આંકલાવ તાલુકામાં 543 MM મળી જિલ્લામાં કુલ 4,891 MM વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.
