આંકલાવ તાલુકાના બામણગામ સીમ વિસ્તારમાં આવેલા તળાવ માં મગર હોવાની જાણ થતાં સ્થાનિકો માં અફડ તફડી મચી ગઈ હતી. તેથી ગામ ના સરપંચ દ્વારા આંકલાવ વન વિભાગ ને જાણ કરતા આંકલાવના વન કર્મચારી અને નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર ની આંકલાવ ટીમ અને દયા ફાઉન્ડેશન કરમસદ ની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને લગભગ પાંચથી છ કલાક ની જહેમત બાદ લગભગ 5 ફૂટ લાંબા મગરને પકડી પાડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સલામતી પૂર્વક આંકલાવ વનવિભાગ ને સોંપી દેવામાં આવ્યો હતો.
ટિપ્પણી પોસ્ટ કરો
0ટિપ્પણીઓ
