ઠાસરા પંચાયતના ભાજપ પ્રમુખના પુત્રએ કર્યો આપઘાત

Nilesh Solanki
By -
0

ઠાસરા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાનજીભાઈ સોલંકીના 28 વર્ષીય પુત્ર રાહુલે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા  સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.  આ ઘટના લઈને પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘટનાને લઈને પોલીસે પ્રારંભીક તપાસ આરંભી છે. 

ઠાસરા પંચાયતના ભાજપ પ્રમુખના પુત્રએ કર્યો આપઘાત

મળતી માહિતી અનુસાર, રાહુલ સોલંકી પરીવાર સાથે માસરા ગામમા રહેતો હતો. જ્યાં તારીખ 18/7/2023 મંગળવાર ની રોજ બપોરના સમયે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા રાહુલને તાત્કાલિક ઠાસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોકટોરોએ તેને મૃત જાહેર કરતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ ઠાસરા પોલીસને થતા પોલીસ હોસ્પિટલ પહોંચી રાહુલની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ રાહુલની અંતિમ વિધી કરવામાં આવી હતી . 

લગ્નને હજુ પાંચ જ વર્ષ થયા હતા 

મળતી માહિતી મુજબ પાંચ વર્ષ પહેલાજ રાહુલના લગ્ન થયા હતા. આ લગ્નજીવનમાં 1 વર્ષીય બાળક પણ છે. રાહુલની પત્ની અને માતા ચોધાર આંસુએ રડી રહ્યા હતા જેથી હોસ્પિટલમાં શોકની વાતાવરણ સર્જાયું હતું.

પોલીસે પ્રારંભીક તપાસ આરંભી

હાલતો ઘટનાને લઈને પોલીસે પ્રારંભીક તપાસ આરંભી છે. પોલીસે AD દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટના વિષે વધુ માહિતી મળી રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)