ખંભાત શહેરમાં નગરપાલિકા પ્રજાને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે સત્તાધીશોની અણઆવડતના લીધે સફાઈ કર્મીઓ વારંવાર અનિયમિત પગારના મુદ્દે હડતાલ પર ઉતરી જાય છે. જેનો માર સફાઈના અભાવે ખંભાતની પ્રજાના આરોગ્ય ઉપર પડી રહ્યો છે. ખંભાત શહેરમાં સફાઈ કર્મીઓની હડતાલના પગલે શહેરમાં સફાઈ ન કરાતા ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર ગટરો તેમજ કચરાપેટીઓ ગંદકીથી ઉભરાય છે. જેને પગલે કોંગ્રેસના કાર્યકરોએ ખંભાત સરદાર ટાવર પાસે ધરણાં કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.
વધુમાં કોંગ્રેસના કાર્યકર નીતિનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વેપારી વર્ગ નગરપાલિકાનો ધંધાકીય ટેક્સ દુકાનનો ભરે છે, વ્યવસાય વેરો ભરે છે,ઓટલા અને વાંછોટિયા ગ્રાહકની સગવડ માટે હોય છે.જેને તોડીને નગરપાલિકાએ સંતોષ માન્યો છે. અને વધારે પ્રમાણમાં આગળ દબાણ હોય તો દૂર કરવું પડે પણ સામાન્ય નાગરિકોને નગરપાલિકાએ હેરાન કરવાનું આયોજન હાથ ધર્યું છે.દબાણો દૂર કરવામાં પણ વાલાદવલાની નીતિ અપનાવી છે. જ્યાં ખરેખર દબાણ છે ત્યાં નગરપાલિકા નિષ્ફળ નબળી છે.
