લવ જેહાદ : ઉમરેઠની સગીરા પર ત્રણ વિધર્મી યુવકો નું સામુહિક દુષ્કર્મ

Nilesh Solanki
By -
0

આણંદ જિલ્લાનો ઉમરેઠ તાલુકો ઘણા સમયથી સંવેદનશીલ થઈ ગયો છે. વિધર્મી લોકો દ્વારા સતત હિન્દૂ યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.  ત્યારે રવિવારે ઉમરેઠમાં ફરી લવ જેહાદ ની ઘટના લઈને નગરમાં ચર્ચાએ જોય પકડ્યું છે.

મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં વિદ્યાનગરની  કોલેજમાં અભ્યાસ કરતી ઉમરેઠની એક સગીરા કોલેજ જવા માટે ઉમરેઠથી રાહિલ વ્હોરાની રીક્ષામાં જતી-આવતી હતી. આ દરમ્યાન રાહિલ વ્હોરાએ યુવતીની એકલતાનો લાભ લઈને તેના ફોટા પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી  તેની પાર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. રાહીલ સાથે તેના બીજા બે મિત્રો એ પણ યુવતી ની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.

લવ જેહાદ : ઉમરેઠની સગીરા પર ત્રણ વિધર્મી યુવકો નું સામુહિક દુષ્કર્મ


આ સમગ્ર બનાવ થી યુવતી ખુબ ગભરાઈ ગઈ હતી. જેથી પરિવારજણો જે ચિંતા થતા એની પુછપરછ કરતા યુવતી એ સમગ્ર વાત પરિવાર ને કરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પરિવારજણો એ તાત્કાલિક  ત્રણ શખ્સો વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. 

ઉમરેઠ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી હતી. ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રાહિલ વ્હોરાને ઝડપી પડ્યો હતો. જયારે હજુ બીજા બે આરોપી ફરાર છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)