ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામમાં ગ્રામપંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઇડમાં આવેલ ગટરલાઇનનું ખોદકામ JCBથી આડેધડ રીતે ખોદકામ કરવામાં આવ્યું હોવાનું આક્ષેપ સ્થાનિક દ્વારા કરવામાં આવ્યો છે.
દાગજીપુરા ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇનના ખોદકામ JCB દ્વારા આડેધડ રીતે કરવામાં આવતાં રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષોના મૂળિયાને નુકશાન હતું. જે તે સમયે પંચાયતના સત્તાધીશોને રજુવાત કરી હતી પણ તેમને તે વાત ધ્યાનમાં લીધી ન હતી.
ઉમરેઠ તાલુકામાં આવેલા દાગજીપુરા ગામે રોડને અડીને આવેલા ખેતરમાં રમણભાઇ ભોઇ રહે છે જે ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. ગત બુધવારે રાત્રે ભારે વરસાદ પડતાં રમણભાઇના ઘર નજીક પસાર થતા રસ્તાની બાજુમાં આવેલું વિશાળ વૃક્ષ ધરાશયી થઇને પાસે આવેલા વીજ લાઇન સાથે ગાયોના તબેલા પર તૂટી પડ્યું હતું. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી. પણ તબેલામાં રહેલા 3 પશુઓને સામાન્ય ઇજા થઇ હતી તેમજ રામણભાઈના પાણીના બોરને નુકશાન થયું છે. જેથી રમણભાઈએ આનંદ આણંદ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને જવાબદાર સામે પગલાં લેવાની માગ કરી છે.