ખેડા જિલ્લાના ડાકોરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આયો છે. ડાકોરમાં રહેતા એક રહીશે 4 લાખની સામે 12 લાખ ચૂકવ્યા છતાં કડક ઉઘરાણી અને જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ડાકોર ખાતે રહેતા મુકેશભાઈ મોહનભાઇ પરમારના કાકાના દીકરા રાજેશભાઇ પરમારને રૂપિયાની જરૂર પડતા ડાકોર ખાતે રહેતા રાકેશભાઈ વાત કરી હતી. રાકેશભાઈ એ 3 ટકા વ્યાજે પૈસા આપીશ એવું જણાવ્યું હતું. જેની રાજેશભાઇ એ હા પાડી હતી. રાકેશભાઈ એ તેમની પાસે થી 3 કોરા ચેક લઈને 7 લાખ 50 હજાર રૂપિયા રાજેશભાઇ ને વ્યાજે આપ્યા હતા અને દર મહિને 3 ટકા વ્યાજ લેતા હતા. પરંતુ 1 વર્ષ બાદ રાકેશભાઈએ વ્યાજ વધારીને 8 થી 10 ટકા કરી દિધ્યું હતું. તેમજ પૈસા પરત લેવા માટે દબાણ શરૂ કરી દીધું હતું અને રાજેશભાઈના આણંદ ખાતે આવેલ મકાન ઉપર કબ્જો કરી લીધો હતો. તેથી મુકેશભાઈ અને રાજેશભાઇ બને રાકેશભાઈ પાસે ગયા હતા અને મુકેશભાઈએ બાકી વ્યાજ પેટે પોતાની સવા તોલાની ચેઇન કિંમત 50 હજારની આપી હતી. બાદમાં રાજેશભાઇ નિયમિત વ્યાજ ચૂકવતા હતા અને અત્યાર સુધી રાકેશભાઈને 12 લાખ ચૂકવી આપ્યા હતા.
થોડા સમય પહેલા રાજેશભાઈનું બીમારીને કારણે અવસાન થય ગયેલ. જોકે જમીનદાર તરીકે મુકેશભાઈ રહ્યા હોવાથી રાકેશભાઈએ તેમની પાસે બાકી નાણાં ની માગણી કરવા લાગ્યા હતા . મુકેશભાઈની દૈનિક બચતના રૂપિયા પણ રાકેશભાઈ એ લાઇ લીધા હતા. મુકેશભાઈએ અગાઉ લીધેલા રૂપિયા પણ વ્યાજ આપ્યા હોવા છતાં આ રકમ બાકી છે તેમ કહી નાણાં માંગતા હતા. રાકેશભાઈ ડાકોર રહેતા હરીશભાઈ પરમાર દ્વારા મુકેશભાઈ ને અવાર નવાર રૂપિયા ની માગણી કરતા અને ધમકી આપતા હતા.
આથી કંટાળી ને મુકેશભાઈ એ ડાકોર પોલીસ સ્ટેશનમાં રાકેશભાઈ કાછીયા, હરેશભાઇ પરમાર, મહેન્દ્રભાઈ ચાવડા અને શકુબેન પંડ્યા બધા રહે ડાકોર વિરુદ્ધ લાયસન્સ વગર ઉંચા વ્યાજ દરે નાણા ધીરવા બદલ અને રૂપિયા આપ્યા છતાં અવાર નવાર વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ગમેતેમ બોલી ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે
