ભાલેજ ઝાંખલા હાઈવે રોડ પર ઇકો ગાડી અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત

Nilesh Solanki
By -
0
ભાલેજમાં એક અકસ્માકની ગોજારી ઘટના સામે આવી છે. ભાલેજ ઝાંખલા વચ્ચે હાઈવે રોડ પર ઇકો ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા સવારનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું છે.
 



મળતી માહિતી મુજબ  ઉમરેઠ બાજુથી આવતી ઇકો ગાડી નંબર GJ-27-CM-5261ના ચાલક એ પોતાની ગાડી બે ફિકરાઈ થી હંકારતા આગળ જઈ રહેલી એક્ટિવા ને ટક્કર મારતા એક્ટિવા ચાલક તેમજ પાછળ બેઠેલ એક સ્ત્રી ગંભીર રીતે ઘાયલ થયેલા. અકસ્માતમાં એક્ટિવા ચાલક નું સ્થળ સ્થળેજ જ મરણ થયેલ જ્યારે પાછળ બેસેલ સ્ત્રી ઇજા થતા તેને ભાલેજની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પોલીસે અકસ્માત નો ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)