ઉંટખરી ગ્રામ પંચાયતના તૈયાર થઇ રહેલા મકાનમાં ભ્રષ્ટાચાર નો આક્ષેપ

Nilesh Solanki
By -
0

 ઉમરેઠ તાલુકામાં આવેલ ઊંટખરી ગામ અનેક પ્રાથમિક સુવિધા ઝંખે છે. ઉમરેઠ તાલુકાના ઊંટખરી ગામમાં ઘણા સમય થી ગ્રામપંચાયતના  મકાનના અભાવે લોકોને હાલાકી વેઠવી પડતી હતી. અનેક રજુવાતો બાદ આખરે તંત્ર દ્વારા અંદાજે 18 લાખના ખર્ચે ઊંટખરી ગામમાં પંચાયત કચેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

પંચાયત કચેરીમાં મકાનની બહારની બાજુ દાદર બનાવ્યો છે જે લાંબો સમય ટકી શકશે નહિ તેવી સંભાવના ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. કચેરીનો દાદારાને યોગ્ય આધાર અને ઢાળ સીધો આપવા માં આવ્યો છે. જેના લીધે ગમે ત્યારે આ દાદર તૂટી જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. 

આ અંગે ઊંટખરી ગામના વહીવટદાર બિંદુબેનએ જણાવ્યું હતું કે પંચાયત કચેરીનું  બાંધકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગ્રામ પંચાયતનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. સાથે જણાવ્યું કે બાંધકામમાં ગેરરીતિ પૂર્વક કામ થતાં હોવાની કોઈ ફરિયાદ ધ્યાને આવી નથી અને જો ધ્યાનમાં આવશે તો યોગ્ય પગલાં ભરીશું .

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)