ડાકોરમાં ટ્રાફિકની સમસ્યાથી દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પરેશાન

Nilesh Solanki
By -
0

 સુપ્રસિદ્વ યાત્રાધામ ડાકોરમાં વાર તહેવારે અને રજાના દિવસોમાં મોટા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. રણછોડરાય મંદિર ખાતે દર્શને આવતા લોકોની વધારે અવરજવરના કારણે અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ડાકોરમાં ટ્રાફિકની સમસ્યાનું સમાધાન છેલ્લા ઘણા સમયથી થયું નથી.  લોકો પણ મન ફાવે તેમ પોતાના વાહનો પાર્ક કરીને ચાલ્યા જતા રહે છે જેને લીધે ટ્રાફિક ની સમસ્યા વધે છે.



ડાકોર શહેરના ગોપાલ પૂરા, ગણેશ ટોકિસ, ગાંધીના પૂતળા, બોડાણા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી રહેલી છે. શહેરમાં  ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ લોકો વાહનો ગમે ત્યાં પાર્ક કરી દે છે. સાથે દુકાનોના કાઢેલા દબાણથી સ્થાનિક લોકોને હેરાન થવાની વારી આવી છે. થોડા સમય પહેલા ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસરે જેસીબી દ્વારા દબાણ હટાવ્યું હતુ. પરંતુ બીજા દિવસથી નગરપાલિકા પણ મૌન સાધીને બેસી ગઈ. ત્યારે દરરોજની આ ટ્રાફિક સમસ્યાને કારણે લોકોને પરેશાન થવાની વારી આવી રહી છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)