ઉમરેઠની પીપળીયા ભાગોળમાં 50 રૂપિયા માટે દિવ્યાંગને માર મારતાં પોલીસ ફરિયાદ

Nilesh Solanki
By -
0

આણંદ જિલ્લામાં ઉમરેઠ શહેરની પીપળીયા ભાગોળમાં દિવ્યાંગને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ.

મળતી માહિતી અનુસાર ઉમરેઠ શહેર માં  પીપળીયા ભાગોળમાં ચીમનભાઈ તેમના પરિવાર સાથે રહે છે.  તેમના મૃત ભાઈનો 30 વર્ષીય દિવ્યાંગ પુત્ર રાજેશ તેમની સાથે રહે છે. રાજેશ બોલી- સાંભળી શકતો નથી. 

રાજેશ ગત 16મી એ ઉમરેઠ રેલવે ફાટક પાસે ગયો હતો. તે સમયે ત્રણ વડ ચકલા પાસે રહેતા ભલા મગન દેવીપૂજકે મારા 50 રૂપિયા પાછા આપ એમ કહી તેને અપશબ્દો કહીને માર માર્યો હતો. આ અંગે રાજેશે ઈશારામાં બાલુબેન ને જણાવતા બાલુબને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)