ઉમરેઠ તાલુકાના વણસોલ ગામમાંથી આનંદ એસ ઓ જી એ બાદમીના આધારે એક વ્યક્તિની નશીલી દવા વેચતો ઝડપી પાડ્યો
. 50 નંગ નશીલી દવાઓની બોટલ સાથે કુલ 14,900નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
મળતી માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે રહેતા મહેશભાઈ કનુભાઈ રોહિત જે નડિયાદ ડાકોર રોડ ઉપર બાપા સીતારામ નામની ચાની સ્ટોલ ચલાવી છે. જે પોતાની દુકાન પર પરમિશન વગર નશીલી દવા નું વેચાણ કરે છે. આવી માહિતી પોલીસ ને મળતા આણંદ પોલીસે રેડ પડતા મહેશ રોહિત નામનો વ્યક્તિ રંગેહાથ ઝડપાઈ ગયો.
આણંદ પોલીસેએની દુકાનમાં તાપસ કરતા નશીલી દવાઓની 50 બોટલ કિંમત 8400 સાથે મોબાઈલ અને રોકડ રકમ મળી ને કુલ 14,900નો મુદ્દામાલ કબ્જે કર્યો.
ભાણેજ પોલીસ સ્ટેશન ના PI હિતેશ ચૌધરી સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે પકડેલ વ્યકતિ છેલ્લા 2 મહિના થી નશીલી દવાઓ નું વેચાણ કરતો હતો, પરંતુ એ ક્યાંથી લાવતો હતો અને કોને વેચાણ કરતો હતો એ તાપસ કરવાની બાકી છે.
