આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પણસોરા ચોકડી અને ત્યાં આવેલી દુકાનોમાં તિરંગાનું વિતરણ કરી લોકોમાં રાષ્ટ્ર પ્રેમીની ભાવના જગાડવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, મહામંત્રી સુભાષભાઈ, યુવા મોરચા પ્રમુખ અનિકેત પટેલ, ઉમરેઠ તાલુકા યુવા મોરચાના પ્રભારી કેતુલ ઠક્કર, કિસાન મોરચા મંત્રી અંકિત પટેલ, યુવક બોર્ડ મંત્રી ચિરાગભાઈ પટેલ, તથા સંદીપભાઈ સહિતના કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી લોકો ઉપસ્થિત રહ્યા.
