શ્રાવણ મહિના ની શરૂવાત : આણંદ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠયા

Nilesh Solanki
By -
0

દેવોના દેવ  મહાદેવની ઉપાસના અને આરાધનાના મહાપર્વ શ્રાવણ માસનો ગુરુવારથી પ્રારંભ થતાં આણંદ જિલ્લામાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી  ઉઠ્યા હતા. આંણદ જિલ્લાના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામશે અને ભક્તો શિવલિંગ ઉપર બીલીપત્ર દૂધ તથા પાણીનો અભિષેક કરી શિવજીને રીઝવવાનો પ્રયાસ કરશે.



શહેરમાં આવેલ લોટેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, કરમસદના બાપેશ્વર મહાદેવ, જીટોડીયા સ્થિત વૈજનાથ મહાદેવ સહિતના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રવાણ માસ દરમિયાન શિવ પાઠ સહિતના કાર્યક્રમો યોજાશે

હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં શ્રાવણ માસનું અનેરું મહત્ત્વ છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તો દ્વારા ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. આજથી  શરુ થતા પવિત્ર શ્રાવણના  પ્રથમ દિવસે શિવ ભક્તો વિવિધ શિવાલયો ખાતે પહોંચી ગયા હતા અને ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરી જલામૃત, પંચામૃત તથા દુગ્ધામૃતનો અભિષેક કરાશે. આણંદજિલ્લાના ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ સહિતના તાલુકા મથકનો તેમજ વહેરાખાડી, ખાનપુર, ખંભોળજ, ઉમેટા સહિતના મહીતીર્થના સ્થળોએ આવેલ શિવાલયો ખાતે ભક્તો ઉમટી પડશે.

શ્રાવણ માસને લઈ જિલ્લાના વિવિધ શિવાલયોમાં મહારુદ્ર, લઘુરુદ્ર યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેવાધિદેવ મહાદેવનો બીલીપત્ર અર્પણ કરવાથી તેમની કૃપા મળતી હોવાની માન્યતાને લઈ બિલીપત્રની માંગ પણ વધી છે . 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)