વરસાદના લાંબા ગાળાના વિરામ બાદ ચરોતરના ખેડૂતો હવે સિંચાઈ વિભાગ સામે આશાભરી મીટ માંડીને બેઠા છે...

Nilesh Solanki
By -
0

ચરોતર વિસ્તાર ઉચ્ચ ગુણવત્તાની ડાંગર પકવતો વિસ્તાર છે. અહી માત્ર ને માત્ર ડાંગરનો પાક જ ખેડૂતોની જીવાદોરી છે. અહીંના ચોખાની વિદેશોમા પણ માંગ છે. ચરોતરના છેવાડા ગણાતા વિસ્તારમા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા તો છે જ પરંતુ હવે અહીં સિંચાઈના પાણી માટે પણ ખેડૂતો સિંચાઈ વિભાગનાં ભરોસે બેઠા છે.



શરૂઆતમા સારા વરસાદથી અહીં વિપૂલ પ્રમાણ મા ડાંગરનુ રોપાણ થયું સારી ઉપજની આશાએ ખેડૂતોએ પાક ધિરાણ લઈ, ઘરેણા ગીરવી મુકીને માતબર ખેતી ખર્ચ કર્યો પરંતુ લાંબા વરસાદી વિરામ બાદ હવે અહીં ડાંગરનો પાક  ખેડૂતોની નજર સામે પાણી વિના સુકાઈ  રહ્યા છે .... 

ગામતળમા આવેલા તળાવો કે જેમા પશુઓ માટે સંગ્રહેલ પાણી હતું તે પણ પોતાના પાકને બચાવવા વાપરી નાંખ્યા બાદ હવે એ તળાવોમા પણ પાણી વિના તિરાડો પડવા લાગી છે. તેવામા હવે માત્ર સિંચાઈ વિભાગની રહેમ થાય અને કેનાલોમાં પાણી છોડવામા આવે તેવી માંગ સાથે ખેડૂતો કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે. સિંચાઈ વિભાગ દ્વારા પાણી રોટેશન થી આપવામા આવશે તેવુ આશ્વાશન ખેડૂતોને આપી  છટકી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)